વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી, ગુજરાત પ્રાંત દ્વારા ૧૫ થી ૨૦ ઓગષ્ટ ૨૦૧૪ દરમિયાન “યોગ શિક્ષા શિબીર”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબીરમાં ગુજરાત ભરમાંથી ૫૬ ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો.
“યોગ એ ફક્ત શારીરિક કસરતજ નહીં પરંતુ એક જીવન પધ્ધત્તિ છે” આ વિષયની સ્પષ્ટતા લોકોને થાય, એ આ શિબીરનો હેતુ હતો. આ શિબીરમાં સુર્યનમસ્કાર, શિથીલીકરણ વ્યાયામ, શ્વસન વ્યાયામ, આસનો, પ્રાણાયમ વગેરેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું. ઉપરાંત એકાત્મ આધારીત જીવન પદ્ધત્તિ અને યોગ વિષયને લઈને બૌદ્ધિક સત્રો, મંથન સત્રો સાથે સાથે ખેલ, શ્રમ સંસ્કાર, ભજન સંધ્યા અને આનંદ મેળાનું પણ આયોજન થયું.
આ શિબીરમાં વિવેકાનંદ કેન્દ્રના અખીલ ભારતીય કોષાધ્યક્ષ શ્રી હનુવંતરાયજી, મધ્ય પ્રાંત સંગઠક સુશ્રી શિતલબેન જોષી, મહારાષ્ટ્ર પ્રાંત પ્રમુખ શ્રી બસવરાજજી, અમદાવાદ નગર સંગઠક શ્રી લોકેશજી, વડોદરા નગર સંગઠક સુશ્રી કંચનબેન, રાજકોટ નગર સંગઠક શ્રી ગજેંન્દ્રભાઇ જોશી તથા રામકૃષ્ણ મિશનના સ્વામી શ્રી વિશ્વાત્માનંદજી મહારાજનું માર્ગદર્શન મળ્યું.
શિબીરમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ સહિતના શિબીરાર્થીઓએ ભાગ લીધો હતો. શિબીરના બૌદ્ધિક સત્રોના વિષય હતા, હું કોણ? અને જીવન ઉદ્દેશ, સહજીવનમાં એકાત્મતા, જીવનનું વિજ્ઞાન અને આધ્યાત્મ, પતંજલી યોગશાસ્ત્ર – ભારતીય માનસ શાસ્ત્ર, ભારતીય સંતોની રાષ્ટ્રીય દ્રષ્ટિ, ધર્મ – ભારતનો આત્મા, ભારતીય સંસ્કૃતિ અને કર્મ યોગૈક નિષ્ઠા. સમાપન ઉપલક્ષ્યે ૧૦૮ સૂર્યનમસ્કારનું અનુષ્ઠાન કરાયું હતું.
No comments:
Post a Comment